related photo news

ઈશ્વરિયા મંગળવાર તા.04-08-2020
આમ તો શુકનનું સ્થાપત્ય હોય. પરંતુ, રામ જન્મ ભૂમિ માટે મુહૂર્ત ક્યારે આવશે તે પ્રશ્ન હતો... રામજીના ભવ્ય અને દિવ્ય મંદિર માટેની જે પ્રતિક્ષા હતી તે હવે પુરી થઈ અને ભૂમિ પૂજનનું મુહૂર્ત પણ આવી ગયું.! આવા અપ્સરા કે નૃત્યાંગના જેવા સ્વરૂપો સાથેના સ્તંભો વીસેક વર્ષોથી આકાર લઈને મંદિરમાં મુકાવાની રાહમાં હતા. આ તસવીર ખેંચાયાને લગભગ વીસેક વર્ષ થયા. આ શુકનના સ્થાપત્યો હવે ઝડપથી પોતાના સ્થાને સ્થાપિત થઈ જશે. આમ, સ્થાપત્યની શુકન ઘડી આવી... વિષ્ણુના અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું વિરાટ મંદિર ગણતરીના જ વર્ષોમાં સાકાર થશે.!
( તસવીર : મૂકેશ પંડિત - ઈશ્વરિયા )