related photo news

ઈશ્વરિયા શનિવાર તા.05009-2020
છેલ્લા પખવાડિયા દરમિયાન સર્વત્ર થયો. ગીર પંથકના વરસાદથી શેત્રુંજી નદીમાં આવેલા પુરથી પાલિતાણા પાસેનું જળાશય છલકાઈ ગયું. ભાવનગર શહેરને પીવા માટે તેમજ નીચેના વિસ્તારમાં ખેતીમાં સિંચાઈ માટે મોટી રાહત જન્મી છે. પાલિતાણાથી તળાજા અને જેસર જવાના માર્ગ પરથી શેત્રુંજી જળાશય છલકાતું જોવું એ એક લ્હાવો છે. મોટાભાગના ખૂલેલા દરવાજાથી પડતા પાણીના ધોધ રોમાંચિત કરે છે. અહીંથી નીકળનારા ખેડૂત, માલધારી, પ્રવાસી સૌ અવશ્ય થોડીવાર ઉભા રહી જાય છે... અને બોલી ઉઠે છે, વાહ શેત્રુંજી... વાહ...!
તસવીર : મૂકેશ પંડિત