related photo news

સણોસરા શુક્રવાર તા.21-05-2021
વાવાઝોડાથી વીજળી પુરવઠાની સમસ્યા સર્જાઈ છે, સણોસરામાં લોકભારતી સંસ્થામાં હજુ વીજળી ન આવતા રજુઆત થઈ છે. આજે સંસ્થા અને ગામના આગેવાનો શ્રી કુરજીભાઈ મકવાણા, શ્રી દિલીપભાઈ પણદા વગેરેએ સ્થાનિક વીજળી કચેરી જઈ જલ્દી વીજ પુરવઠો પૂર્વવત કરવા સમારકામ હાથ ધરવા માંગ કરી હતી, તંત્ર દ્વારા જલ્દી કામ થવાની હૈયાધારણ અપાઈ છે.