કેરળના ભવ્ય અને ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના
પ્રશાસનમાં ત્રાવણકોર શાહી પરિવારનો અધિકાર યથાવત
મંદિરના પ્રબંધન સમિતિની અધ્યક્ષતા તિરૂવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે
નવી દિલ્હી
કેરળના ભવ્ય અને ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રશાસનમાં ત્રાવણકોર શાહી પરિવારનો અધિકાર સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રબંધન સમિતિની અધ્યક્ષતા તિરૂવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે. કેરળ અદાલતે 31 જાન્યુઆરી 2011ના એવોઆદેશને આદેશ કરેલો જેમાં રાજ્ય સરકાર પાસેથી શ્રી પદ્માનભસ્વામી મંદિરનું નિયંત્રણ લેવા માટે ન્યાસ ગઠિત કરવાનું કહ્યું હતું, જે આજે સર્વોચ્ચ અદાલતે રદ્દ કર્યો છે.
ભારતનું સૌથી ઐશ્વર્ય અને બાંધકામ કૌશલ્ય ધરાવતા આ અદ્દભૂત મંદિરમાં શયન મુદ્રામાં ભગવાન વિષ્ણુ રહેલા છે. થોડાંક વર્ષ પહેલાં આ મંદિરમાંથી એક લાખ કરોડથી વધુનો ખજાનો અહીંથી મળ્યો હતો. હવે આ મંદિર જોકે હજુ મંદિરના બીજા કેટલાક ખંડો ખોલાયા નથી, જેમાં હજુ અઢળક સંપત્તિ ખજાનો હોવાનું પણ કહેવાય છે. વર્ષ 2016મા અહીંથી 186 કરોડ રૂપિયાના સોનાની ચોરી પણ થઇ ગઇ હતી. કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રશાસનમાં ત્રાવણકોર શાહી પરિવારના અધિકારને સર્વોચ્ચ અદાલતે આખરે યથાવત રાખ્યો છે.હવે શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રબંધન સમિતિની અધ્યક્ષતા તિરૂવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે. ઉલ્લેખનીય છે કે, કેરળ અદાલતે 31 જાન્યુઆરી 2011ના એવોઆદેશને આદેશ કરેલો જેમાં રાજ્ય સરકાર પાસેથી શ્રી પદ્માનભસ્વામી મંદિરનું નિયંત્રણ લેવા માટે ન્યાસ ગઠિત કરવાનું કહ્યું હતું, જે આજે સર્વોચ્ચ અદાલતે રદ્દ કર્યો છે.
આ ભવ્ય મંદિર વિષે જાણકારોના કહેવા મુજબ 10મી શતાબ્દીમાં નિર્માણ કરાયું હતું. જો કે કયાંક-કયાંક આ મંદિર 16મી શતાબ્દીનું હોવાનો પણ ઉલ્લેખ છે. પરંતુ એ એકદમ સ્પષ્ટ છે કે 1750માં ત્રાવણકોરના એક યોદ્ધા માર્તંડ વર્માએ આસપાસના વિસ્તારને જીતીને સંપત્તિ વધારી હતી. ત્રાવણકોરના શાસકો શાસનને દૈવીય સ્વીકૃતિ અપાવા માટે પોતાનું રાજ્ય ભગવાનને સમર્પિત કરી દેતા હતા. તેમણે ભગવાનને જ રાજા જાહેર કરી દીધા હતા. મંદિરમાંથી વિષ્ણુ ભગવાનની એક મૂર્તિ પણ મળી છે જે શાલીગ્રામ પત્થરમાંથી બનેલી છે.
આ મંદિરના પ્રવેશથી જ ભવ્યતાના દર્શન થઈ જાય છે અને સવર્ગ કે વૈકુંઠની કલ્પના અહીં સાકાર થતી હોય તેવું ભાવિકોને લાગ્યા વગર રહેતું નથી. પથ્થરોના વિશાળ સ્તંભો અને ઉપરની છતોના વાસ્તુ કૌશલ્યથી આપણે અભિભૂત થયા વગર રહી શકીયે નહીં જ. મંદિરના ગર્ભગૃહમાં શયન મુદ્રામાં રહેલા વિષ્ણુ ભગવાનના દર્શન થોડા અઘરા છે, કારણકે ત્યાં કોઈ વિદ્યુત પ્રકાશ વ્યવસ્થા નથી માત્ર ઘી કે તેલના દીવાથી જ ગર્ભગૃહમાં નિહાળવું પડે છે. આ ઉપરાંત આ પાષાણની મૂર્તિ વચ્ચે સ્તંભો પણ રહેલા છે, જેથી મૂર્તિ એક ભાગમાં સળંગ નહીં ત્રણ ભાગમાં નિહાળવી પડે છે.
ત્રિવેન્દ્રમના ભવ્ય અને સમૃદ્ધ એવા ઈતિહાસના દર્શન આ પદ્મનાભ મંદિરમાં થાય છે. અહીંના અઢળક ખજાનાથી તેની ચર્ચા અને વ્યવસ્થા અધિગ્રહણ મુદ્દે અદાલત દ્વારા આજે ચુકાદો અપાયો છે.
( પૂરક વિગત તસવીર : મૂકેશ પંડિત)