સુરત ખાતે યુવા સાહિત્યકારો માટે ગીત લેખન કાર્ય શિબિર
યોગ્યતા ધરાવતા ૨૫ નવોદિત યુવા શિબિરાર્થીઓની
પસંદગી કરવામાં આવશે
બોટાદ
રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ગીત લેખન કાર્ય શિબિરમાં જોડાવા માંગતા હોય તેવા યુવા સાહિત્યકારો માટે ગીત લેખન કાર્ય શિબિર યોજાનાર છે. આ કાર્ય શિબિરમાં ખ્યાતનામ સાહિત્યકારોની રાહબરી હેઠળ સુરત ખાતે ગીત લેખન કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.
જે યુવક-યુવતીઓની ઉમર તા.૩૦/૧૨/૨૦૧૮ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની મર્યાદા હોય અને આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવા સાહિત્યકારોએ www.sycad.gujarat.gov.in વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પૂરાવા સાથે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, પ્રથમ માળ, જુની સીવીલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત શહેરને તા.૩૦/૦૯/૨૦૧૮ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
મળેલ અરજીઓમાંથી યોગ્યતા ધરાવતા ૨૫ નવોદિત યુવા શિબિરાર્થીઓની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ શિબિરાર્થીઓને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, પ્રથમ માળ, જુની સીવીલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત શહેર ( ફોન નં.0261-2465808 E-mail Id: dsosuratcity35@gmail.com ) દ્રારા પત્ર /મોબાઇલ /E-mail થી જાણ કરવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રાજય સરકારશ્રી દ્રારા નિવાસ/ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ શિબિર સ્થળ સુધી આવવા-જવાનો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવશે તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ માટે કોઇ પત્ર વ્યવહાર કરવો નહી.