કોંગ્રેસ રાજ્ય ચૂંટણી આયોગ માગણી

કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એક જ દિવસે અને પરિણામ પણ એક જ દિવસે થાય તેવી માગણી 

ગાંધીનગર 

રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓ એક જ દિવસે યોજાય , અને તેના પરિણામ પણ એક જ દિવસે થાય તેવી પ્રબળ માગણી સાથેની રજૂઆત વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ કરવામાં આવી હતી.આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા અલગ-અલગ પાંચ મુદ્દાઓની વિગતે ચર્ચા કરી હતી જેમાં મતદારો માં છેડછાડ થવા અંગેની વિગતો કોંગ્રેસ દ્વારા ચૂંટણી તંત્રની આપવામાં આવી હતી આ ઉપરાંત મતદાર યાદી નું ક્રોસ વેરિફિકેશન કરવા માટેનું સૂચન કર્યું હતું. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાણાની એ રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે મોટાભાગના કિસ્સાઓમાં મતદાર યાદીમાંથી મતદારનું નામ ગાયબ થઈ જવાથી મતદાન થઈ શકતું નથીતે બાબતે પણ ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય વિચાર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ અને સચિવ મહેશ જોશી સાથે કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને અન્ય ધારાસભ્યોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે મહત્વના મુદ્દાઓ અંગે પરામર્શ કરી હતી અને રજૂઆતો કરી હતી બેઠક બાદ વિપક્ષી નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કરેલી રજૂઆતો અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે થાય અને તેના પરિણામો પણ એક જ દિવસે આવે તે રીતે આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સીમાંકન મુદ્દે પણ ચૂંટણી આયોગ સમક્ષ વિગત રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ઊભી થયેલી વિસંગતતા દૂર કરવા માટે તંત્રની માહિતગાર કરવામાં આવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો આ અંગે પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે સીમાંકન બાબતોમાં ઊભી થયેલી વિસંગતતા અને તેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બેઠકોના રોટેશન નિયમોનું પાલન પણ નિયમ અનુસાર કરવામાં આવે તેવી માગણી કરી હોવાનો સ્વીકાર પરેશ ધાનાણીએ કર્યો હતો સાથે સાથે ચૂંટણીઓ ના સમયમાં સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવામાં આવે છે ત્યારે વિપક્ષ દ્વારા સંવેદનશીલ મતદાન બૂથ બદલવા બાબતે રજૂઆતો કરવામાં આવતી હોય છે . જેને નજર અંદાજ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું હતું કે આવા કિસ્સાઓમાં ચૂંટણી તંત્ર તમામ રાજકીય પક્ષો સાથે પરામર્શ કરીને યોગ્ય નિર્ણય કરે એવી અપીલ ચૂંટણી તંત્ર અને કરવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી.


ઉપરાંત વિપક્ષ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતીકે ચૂંટણી સમયે મતદાતાને મળેલી સ્લીપ બાદ પણ મતદારયાદીમાંથી મતદારનું નામ ગાયબ થઈ જાય તો આવા કિસ્સાઓમાં ચૂંટણી પંચ દ્વારા લેખિત પુરાવો આપવામાં આવે તો કાયદાકીય પ્રક્રિયા દરમિયાન આ વિગતો સરળ બને તે અંગે પણ રજૂઆત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના રાજીનામા અંગે પૂછતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામું પરત ખેંચવાના સાંસદ ઉપર રાજકીય પ્રહારો કર્યા હતા આ અંગે તેમણે જણાવ્યું હતું કે આજે ભાજપ સરકાર આદિવાસીઓ વિરોધ આક્રમક નિર્ણયો કરી રહી છે ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે મનસુખ વસાવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

( અહેવાલ સાભાર - સાંજ સમાચાર )