કોરોના શ્રી નિરૂબાપુનો અનુરોધ

કોરોના મહામારીમાં શાસન સાથે રહેવા શ્રી નિરૂબાપુનો અનુરોધ 

ઈશ્વરિયા 

શ્રી દાનેવ આશ્રમ સણોસરાના મહંત શ્રી નિરૂબાપુએ સૌ ભાવિકોને શાસન સાથે રહી કોરોનાની મહામારીમાં સાવધાન રહેવા જણાવ્યું છે.

કોરોના બિમારીમાં ધાર્મિક સ્થાનોમા નિયંત્રણ પછીના દિવસોમાં પણ ભિડ ન કરવા અને ઘરેથી જ દર્શન - માનતા વગેરે કરી લેવા અનુરોધ કર્યો છે. સરકારના સૂચનો આદેશ પાળવા પણ કહ્યું છે.

શ્રી દાનેવ આશ્રમ દ્વારા શ્રી નિરૂબાપુના નિર્દેશ મુજબ સણોસરામાં જરૂરિયાતમંદ પરિવારોને તેમજ અન્ય પ્રાંતના મજૂરો માટે ગુપ્ત રીતે અનાજ રોકડ વગેરે સહાયતા કરાઈ છે.