મણાર ખાતે ભાવનગર જિલ્લામાં નવા પાક એવા સિટ્રોનેલા અંગે માર્ગદર્શન અપાયું
ખેડુતોને નવા પાક અંગે પ્રોત્સાહીત કરવા સિટ્રોનેલા પ્લાન્ટ રૂ.૦૧ માં આપવાનું નક્કી કરવામાં આવ્યુ
ભાવનગર
આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત તથા કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણારના સંયુકત ઉપક્રમે સિટ્રોનેલા ઘાસ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને માર્ગદર્શન અપાયું હતું. અહીંયા સિટ્રોનેલા ઘાસ પ્લાન્ટીંગ મટીરીયલ વિતરણ કરવામાં આવ્યું હતું.
મણાર ખાતે ૧૫૦ એકરનું પ્લાન્ટિંગ મટીરીયલ તૈયાર કરવમાં આવેલ છે. ખેડુતો વાવેતર કરે તે માટે આત્મા પ્રોજેક્ટ તથા બાગાયત વિભાગા દ્વારા ખેડુતોને તાલીમ આપી રસ ધરાવતા ખેડુતોને સિટ્રોનેલા વાવેતર માટે તૈયાર કરવામાં આવેલ. તા.૧૬/૦૬/૨૦૨૦ કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર ખાતે સિટ્રોનેલા પ્લાન્ટેશન કરવા ઈચ્છતા ખેડુતોને બોલાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમા ખેડુતોને સિટ્રોનેલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ તથા પ્લાન્ટિંગ મટીરીયલ તૈયાર કરવા માટે આર્થીક રીતે મદદ કરનાર સંસ્થાઓનું બહુમાન કરવામાં આવ્યુ તથા હાજર રહેલ મહાનુભવોના હસ્તે પ્લાન્ટિંગ મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ખેડુતો નવા પાક કરવા પ્રોત્સાહીત કરવાના હેતુથી સિન્ટ્રિનેલા પ્લાન્ટિંગ મટીરીયલ બજાર ભાવે રૂ.૦૩ થી ૦૫ માં મળતુ હોય તે રૂ.૦૧ માં આપવાનું નક્કી કરવામાં આવ્યુ તથા ઉત્પાદનનું ખેડુતોને મણાર સેન્ટરમાં જ માર્કેટ મળી રહે તવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ખેડુતોને માર્કેટ લીંકેજ કરેલ હોવાથી ખેડુતોને અન્ય જગ્યાએ વેચાણ માટે જવુ ના પડે એવી વ્યવસ્થા કરવામા આવી. સિટ્રોનેલા કરવા રસ ધરાવતા ખેડુતોએ આત્મા કચેરીનો સંપર્ક કરવા પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા), ભાવનગર દ્વારા જણાવવામા આવ્યુ છે.