ભાવનગર : પ્રથમ કલા મહાકુંભ અને લોકાર્પણ

કલા નગરી તરીકે ભાવનગરે કલા-સંસ્કૃતિ ક્ષેત્રે વઘુ ઇનામોમેળવી ગુજરાતમાં નામ રોશન કર્યુ છે.  – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ભાવનગરમા વિવિઘ વિકાસકામોનુ લોકાર્પણ અને પ્રથમ કલા મહાકુંભનો ઇનામ વિતરણ  સમારોહ


ભાવનગર, મંગળવાર
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે ખેલ મહાકુંભની સાથો સાથ કલા મહાકુંભ દ્વારા કલા સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવા દેશમાં પ્રથમ વખતે કલા મહાકુંભની શરૂઆત કરનાર ગુજરાત પ્રથમ છે. ભાવનગરના રાજવીશ્રી કૃષ્ણકુમારસિંહજી પણ કલા રસીક હતા એમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યુ હતુ કે ખેલ મહાકૃંભમાં પોણા ત્રણ લાખ સ્પર્ઘકોએ ભાગ લીઘો છે.
કલા એ ગોડ ગીફટ છે. કલા નગરી તરીકે ઓળખાતા વડોદરા અને ભાવનગરને કલા મહોત્સવ તરીકે પસંદગી કરીને ફાઇનલ સ્પર્ઘાઓ યોજવા રાજય સરકારે આયોજન કર્યુ છે. કલા
મહાકુંભ દ્રારા અનેક સિતારાઓ ગુજરાતનુ નામ રોશન કરે અને કલાકારોની કલા વઘુ નિખરે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ભાવનગર ખાતે રાજયના પ્રથમ કલા મહાકુંભના ઇનામ વિતરણ અને સમાપન સમારોહ પ્રંસગે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમનુ લોકાર્પણ કર્યુ હતુ. જયારે રૂ.૯ કરોડની આર્ટ ગેલેરી-સીટી મ્યુઝીયમ તથા ૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત અલંગ વિસ્તાર વિકાસ સતામંડળની કચેરીનુ લોકાર્પણ કર્યુ હતુ. ભાવનગર શહેરમાં અકવાડા લેક ફન્ડ ડેવલપમેન્ટ અને મલ્ટી લેવલ પાર્કિગના રૂ.૬ કરોડના કામોનુ ખાતમુર્હત કર્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે આજે જ રીઝર્વ બેંકના અહેવાલો જાહેર થયા છે તેમા સમગ્ર દેશમાં ગુજરાતે ૨૨ ટકા ઔઘોગિક મુડીરોકાણ હાંસલ કરનાર પ્રથમ રાજય બન્યુ છે. જયારે મહારાષ્ટ્ર ૮ ટકા સાથે બીજા નંબરે છે
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે ભાવનગરના વિકાસ માટે જી.આઇ.ડી.સી અને કાળીયાબીડના જુના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વીસનુ ડ્રેજીગનુ કામ પુર્ણતાના આરે હોવાથી આ સેવા ટુંક સમયમાં શરૂ કરાશે. આ માટે શીપ પણ બુક થઇ ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરના ખ્યાતનામ કવિ અને કલાકારો ઝવેરચંદ મેઘાણી, ગોવર્ઘન ત્રિપાઠી, ઘરમશીભાઇ શાહ, ખોડીદાસભાઇ પરમારને યાદ કરીને જણાવ્યુ હતુ કે કલા જીવનમાં નવો સંચાર પુરે છે. માનવી કલાથી જીવંત છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિજેતા શ્રેષ્ઠ કલાકારોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીએ કલાક્ષેત્રના વિવિઘ સ્પર્ઘકો સાથે ફોટો સેશન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિત તમામ મહાનુભાવોએ કલાકારોની સુંદર કૃતિઓ નિહાળી હતી. ભાવનગર નગરપાલિકાના કર્મચારીઓએ એક દિવસના પગારનો રૂ. ૯.૪૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કર્યો હતો.
સામાજીક ન્યાય અને અઘિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઇ પરમારે જણાવ્યુ હતુ કે કલા મહાકુંભમાં ભાવનગરને કલા મહાકૃંભમાં વઘુ ઇનામો જીતવા બદલ
અભિનંદન આપ્યા હતા ભાવનગર ખાતે યોજાયેલ કલા મહાકૃંભમાં ૧૪૦૦ કલાકારોએ ૧૧ જેટલી વિવિધ સ્પર્ઘાઓમાં ૪૮૫ કલાકારો વિજેતા બન્યા છે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે રાજય સરકારે પ્રથમ વખત કલા મહાકૃંભના આયોજન દ્વારા રૂ.૧૦ કરોડ ફાળવ્યા છે. અને વિવિઘ કલા સ્પર્ઘકોને રૂ.૨.૮૭ કરોડના રોકડ પુરસ્કારોથી સન્માન કર્યુ છે.
ભાવનગરના મેયરશ્રી નીમુબેન બાંભણીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.
આ પ્રસંગે પાણી પુરવઠા રાજયમંત્રીશ્રી જશાભાઇ બારડ,સંસદીય સચિવ શ્રીમતી વિભાવરીબેન દવે, ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી, સાંસદ ર્ડા.ભારતીબેન શિયાળ, તળાજાના ઘારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલ,અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી ગીરીશભાઈ શાહ, જિલ્લાના અગ્રણીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અગ્રણીશ્રી સનત મોદી, શહેર,જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રી શ્રી વી. પી પટેલ,,કમિશનરશ્રી એમ. એ. ગાંધી, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક, જિલ્લાપોલીસ અધિક્ષકશ્રી દીપાંકર ત્રિવેદી, જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોશી, નાગરીક સંરક્ષણ નાયબ નિયંત્રણ શ્રી બી. એચ. તલાટી, પ્રાંત અધિકારીશ્રી બી. એન. ખેર, જિલ્લા રમત ગમત અધિકારી શ્રીમતી સીમાબેન ગાંધી, શહેરના રમતગમત અધિકારીશ્રી અરૂણ ભલાણી, સહિત વિશાળ સંખ્યામાં કલા રસિકો અને કલાકારો ઉપસ્થિત રહયા હતા.