ટેકાના ભાવે ખરીદી

ભાવનગર, શિહોર, પાલીતાણા, ગારીયાધાર, તળાજા,

મહુવા, વલ્લભીપુર તાલુકાના ખરીદ કેન્દ્રો ખાતે

લઘુતમ ટેકાના ભાવે  ડાંગર, મકાઈ અને બાજરાની ખરીદી

બોટાદ :

     રાજય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૮-૧૯ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરાની ખરીદી તા. ૧૬/૧૦/૨૦૧૮ થી તા. ૩૧/૧૨/૨૦૧૮ દરમ્યાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ, ભાવનગર જિલ્લાના ૮ જેટલા ભાવનગર, શિહોર, પાલીતાણા, ગારીયાધાર, તળાજા, મહુવા, વલ્લભીપુર તાલુકાના ખરીદ કેન્દ્રો ખાતે કરવામા આવનાર છે.

     ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂપિયા ૧૭૫૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂપિયા ૧૭૭૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂપિયા ૧૭૦૦/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરા માટે રૂપિયા ૧૯૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોએ ઓનલાઇન નોંધણી https://pds.gujarat.gov.in ઉપર કરાવવા માટે ભાવનગર જિલ્લાના તાલુકાના ગોડાઉન કેન્દ્રોનો સંપર્ક કરવા બોટાદ જિલ્લા કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.