બાળલગ્ન સજાને પાત્ર ગુનો અને સામાજિક દૂષણ પણ છે
વ્યક્તિગત કે સમૂહલગ્નમાં વ્યક્તિગત તેમજ આયોજકો સામે બાળલગ્ન ધારા હેઠળ ફરિયાદ દાખલ કરાશે
ભાવનગર
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલાં અને છોકરાના લગ્ન ર૧ વર્ષ પહેલાં થાય એ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ સજાને પાત્ર ગુનો છે અને સામાજિક દૂષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓનાં આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી આવા બાળલગ્નો અટકાવવા જરૂરી છે.
ભાવનગર જિલ્લાનાં ગામોમાં/શહેરમાં કોઈ વિસ્તાર કે ભાગમાં, મહોલ્લામાં આવાં બાળલગ્ન થતાં જોવા મળે, તો તુરંત આપણી સામાજિક જવાબદારી સમજી આવાં બાળલગ્ન અટકાવવા માટે સમાજસેવાના ભાગરૂપે તેની જાણ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી ભાવનગર-જી-૧, એનેક્ષી બિલ્ડિંગ, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, બહુમાળી ભવન, ભાવનગરને જાણ કરવા બાળલગ્ન પ્રતિબંધિત અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.
આ યાદીમાં જણાવ્યા મુજબ વ્યક્તિગત કર્તા કે સમૂહલગ્ન કરાવનારા આયોજકોએ છોકરા-છોકરીની ઉંમરની ખરાઈ કર્યા બાદ જ લગ્ન કરાવવા, નહીંતર જો વ્યક્તિગત કે સમૂહલગ્નમાં આવા કોઈ કિસ્સા જણાઈ આવશે, તો વ્યક્તિગત તેમજ આયોજકો સામે બાળલગ્ન ધારા હેઠળ ફરિયાદ દાખલ કરાશે. ભાવનગર જિલ્લામાં જો કોઇ જગ્યાએ બાળલગ્ન જણાઇ આવે તો નીચેની કચેરી, અઘિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
બાળલગ્ન અટકાયતની જાણ કરવા માટે આ સાથે આપેલા અધિકારીઓનો તેમનાં નંબર પર સંપર્ક કરી જાણ કરી શકાશે. જેમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી ફોન નં. ૦૨૭૮-૨૪૨૫૬૦૯, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી શાહ મો.નં.-૭૩૮૩૧૪૬૦૬૦, શ્રી જોષી ચીફ પ્રોબેશન ઓફિસર ભાવનગર- મો. નં. ૯૪૨૭૩૨૭૩૬૧, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચૌહાણ-મો. નં. ૯૭૨૩૭૭૫૫૫૬, શ્રી .ગોહિલ પ્રોબેશન ઓફિસર ભાવનગર.-૯૮૭૯૮૫૮૪૦૮, શ્રી ગોહિલ પ્રોબેશન ઓફિસર ભાવનગર-૯૪૨૮૯૯૬૬૪૯, શ્રી. રહેવર મો.નં. ૯૭૨૩૦૧૦૬૮૭, લીગલ-કમ-પ્રોબેશન અધિકારીશ્રી પરમાર- મો.નં. ૯૬૩૮૦૮૩૨૮૮, ચાઇલ્ડ હેલ્પલાઇન-૧૦૯૮, પોલીસ કન્ટ્રોલ નંબર-૧૦૦, અભયમ મહિલા હેલ્પલાઇન નંબર-૧૮૧ પર જાણ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.