ઈશ્વરિયા - માવઠાથી સરગવાના પાકનો સોથ
ઈશ્વરિયા શુક્રવાર તા.11-12-2020
બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ - ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે.