અજવાળું પ્રગટાવે, દીકરી અને દિવાળી...!

અજવાળું પ્રગટાવે, દીકરી અને દિવાળી...!

     અંધકારને દૂર કરતું અજવાળું, સૌ કોઈ હંમેશા  ચાહે છે. ભૌતિક પ્રકાશ કે પરિવારનો પ્રકાશ હંમેશા ઝળહળે તેમ આપણે ઇચ્છીએ છીએ. દિવાળી એ દિવાનો એટલે અજવાળાનો તહેવાર છે. દરેકના ઘરે ઘી-તેલ કે વીજળીના આધુનિક પ્રકાશનો મહિમા આ દિવસોમાં રહે છે.  આ નાનકડી ઢબૂડી પણ ઘર આંગણે પ્રગટાવેલા દીવડામાં સહયોગી બની રહી હોય તેમ રહી છે. દીકરી છે ને...?! પરિવાર માટે ઝળહળાટ કરતી નાનકડી દીકરીનો ઘૂઘવાટ કાયમ ઉત્સવ જ હોય છે. માત્ર દિવાળી પર્વ નહીં, કાયમ ચમકતી હોય છે. આમ અજવાળું પ્રગટાવે, દીકરી અને દિવાળી...!

તસવીર કથા : મૂકેશ પંડિત               શનિવાર તા.26-10-2019   

RELATED PICTURE STORIES