હરિદ્વારમાં કુંભમેળો...

હરિદ્વારમાં કુંભમેળો...

હરિદ્વાર રવિવાર તા. ૧૧. ૪. ૨૦૨૧
ભારત વર્ષના મહાત્મ્યભર્યા કુંભમેળાનું આયોજન અત્યારે ગંગામૈયાના કિનારે હરિદ્વારમાં ચાલુ છે. કોરોનાના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું ઘણું નિયંત્રણ હોવાથી આમ તો આ વખતનો કુંભમેળો ખાસ ઉત્સાહભર્યો લાગતો નથી અને તેથી ભીડ પણ નથી. હરકીપૈડી ખાતે સ્નાન સાથે સાંજની ગંગા આરતી બધા જ યાત્રાળુઓ માટે આસ્થાભર્યું  આકર્ષણ હોય છે. કુંભમેલા સંદર્ભે અહીંયા વધુ ઝળહળાટ જોવા મળે છે. સોમવાર તથા બુધવારે અહીંયા વિશેષ શાહીસ્નાનમાં અખાડાના સાધુઓ જોડાશે.

RELATED NEWS PHOTOS